<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યા છે: અમિત ચાવડાના પ્રહાર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કર્યું: પાલનપુરના માર્ગો પર જન આક્રોશ યાત્રા ફરી પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુર પહોચતા, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કર્યું. પાલનપુરના માર્ગો પર જન આક્રોશ યાત્રા ફરી પાલનપુર કોઝી ટાવર સામે યાત્રાનું સ્વાગત થયું હતું. બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે અમિત ચાવડાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા. દારૂ અને ડ્રગ્સના મુદ્દાની રજૂઆત કરનાર કોંગ્રેસને હર્ષ સંઘવી દબાવવા માંગે છે. બનાસકાંઠામાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ આસાનીથી મળી રહ્યા છે.  

   સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને સંગ્રહ કરવાનું ગોડાઉન ગણાવ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા આપણા લોકો આજે હવે પસ્તાય છે અને કહે છે કે આ દિશામાં આવશો નહીં. પહેલા ઘરનો છોકરો વ્હાલું હોય અને પછી પારકા વ્હાલા હોય એટલે આપણા ગયેલા લોકો ત્યાં પસ્તાય છે. સંસદ ગેનીબેન એ કહ્યું કોઈપણ મંદિર ખરાબ હોતું નથી ક્યારેક કોઈ ભુવો ખરાબ આવી જાય છે.

 

(5:07 PM IST)