<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

અમદાવાદમાં બોગસ હથિયાર લાઇસન્સ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો: પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

દેવાકાન્ત પાંડેને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવાયો : દેવાકાન્ત પાંડે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં બોગસ હથિયાર કેસમાં વોન્ટેડ હતો

અમદાવાદમાં બોગસ હથિયાર લાઇસન્સ કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો. દેવાકાન્ત પાંડેને ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. દેવાકાન્ત પાંડે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં બોગસ હથિયાર કેસમાં વોન્ટેડ હતો. આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોગસ હથિયાર કેસમાં રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસા થવાની સંભાવના છે. દેવાકાન્ત પાંડેએ અનેક લોકોને ગેરકાયદેસર હથિયાર પૂરા પાડ્યા હતા.

(5:09 PM IST)