News of Sunday, 23rd November 2025
સુરતના કેફેના નવમા માળેથી કુદતા પહેલા મહિલા ડોકટરે ઝેરી ટીકડા ખાધા હતા : આપઘાતના કેસમાં નવો ખુલાસો
મૃત્યુનું ચોક્કસ કારણ અને ઝેરની અસર જાણવા મૃતક મહિલા ડોક્ટરના વિસેરાના સેમ્પલ પણ લેવાયા

સુરત મહિલા ડોક્ટર આપઘાતના કેસમાં નવો ખુલાસો થયો છે. ફિઝીયોથેરાપી 28 વર્ષીય ડોક્ટર રાધિકાએ નવમા માળેથી કૂદી કર્યો હતો આપઘાત. રાધિકાના પોસ્ટમોર્ટમ સેમ્પલ લેતા ગંભીર બાબત સામે આવી છે. મહિલાએ નવમા માળેથી કુદતા પહેલા ચાય પાર્ટનર કાફેમાં બેસી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાધી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ અને ઝેરની અસર જાણવા મૃતક મહિલા ડોક્ટરના વિસેરાના સેમ્પલ પણ લેવાયા છે. પોલીસે મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરી છે. ડોક્ટર રાધિકા કોટડીયા અને મંગેતર કિશન વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થયા કરતો હતો. પોલીસને રાધિકા અને કિશનની whatsapp મેસેજની ચેટ મળી છે. રાધિકાએ મંગેતરને કહ્યું હતું કે નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ના કહેવાય. ડોક્ટર રાધિકા કોટડીયાના 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. સરથાણા પોલીસે સીસીટીવી લઇ વધુ તપાસ કરી છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
