<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

વિદ્યાર્થીઓએ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર : ગાંધીનગર કોલેજમાં રેગિંગ પર સાસંદ દિનેશ મકવાણાની સલાહ

ગાંધીનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના મામલે 14 સિનિયરોને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા

ગાંધીનગરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવાના આરોપસર કોલેજ વહીવટીતંત્રએ 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.

 

આ મામલે અમદાવાદ ગ્રામ્યના સાંસદ દિનેશ મકવાણાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ વિદ્યાર્થીઓએ પોતાની મર્યાદામા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ એ રેગિંગ ઉપર ધ્યાન ના આપી ભણતર ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારની ઘટનાથી અન્ય વિદ્યાર્થી અને લોકોમાં અલગ મેસેજ જાય જે ન કરવું જોઈએ.

ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવી હતી જેમાં બીજા- ત્રીજા વર્ષના 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે મજાક મસ્તી કરી માનસિક રીતે ટોર્ચર કર્યા હતા. ત્યારે પીડિત વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધિશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ કોલેજ સત્તાધિશોએ તપાસ કરતા બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા જવાબદાર વિદ્યાર્થીઓ સામે પગલા લીધા છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(7:07 PM IST)