<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

છોટાઉદેપુરના નસવાડી પંથકમાં રસ્તાના અભાવે BLO હિલા ઝેરોક્સ મશીન માથા પર મુકી ગામમાં પહોચ્યા

કુપ્પા મતદાન મથકથી સાંકડીબારી ગામે કાચો માર્ગ હોવા છતાં SIRની કામગીરી માટે તમામ મુશ્કેલીઓને પાર કરીને મહિલા BLO ગામે પહોંચી

નસવાડી તાલુકામાં કુપ્પા મતદાન મથકથી સાંકડીબારી ગામે કાચો માર્ગ હોવા છતાં SIRની કામગીરી માટે તમામ મુશ્કેલીઓને પાર કરીને મહિલા BLO ગામે પહોંચી હતી  ડુંગર અને ઢોળાવ વાળા રસ્તે ચાલવુ પણ મુશ્કેલ છે એવા રસ્તે પોતાના ભાઈને સાથે રાખી બાઈક પર ગામમાં જવા માટે નીકળી હતી . કાચા માર્ગે એક વખત બાઈક ડગમગી ગઈ પણ મહિલા BLOની ફરજ પ્રત્યે નિષ્ઠા નહીં. બાઈક ન ચાલી તો મહિલા BLO માથા પર ઝેરોક્સ મશીન મૂકીને ગામ તરફ ચાલવા લાગી.ખાસ વાત એ છે કે ગામના લોકોને દસ્તાવેજોની નકલ કઢાવવા નસવાડી ન જવુ પડે તે માટે મહિલા BLO ઝેરોક્સ મશીન લઈને પહોંચી હતી. તેવામાં ગામના લોકોની સાથે સાથે સૌ કોઈ મહિલા BLOની કામગીરીને બિરદાવી રહ્યાં છે અને સરકાર નવો રસ્તો બનાવી આપે તેવી માગ કરી રહ્યાં છે

 

(9:12 PM IST)