News of Sunday, 23rd November 2025
તિલકવાડા રેલવે સ્ટેશન નજીક અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજકરંટ લગતા બે યુવાનોના મોત
દુર્ઘટનામાં બે યુવકોના કરૂણ મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ:પોલીસે આ દુર્ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં કોની બેદરકારી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી

નર્મદાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક એક દુર્ઘટનામાં બે યુવકોના કરૂણ મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે બંને યુવકો અંડરગ્રાઉન્ડ કામગીરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન જમીનમાં વીજ વાયર અડી જવાને કારણે બંને યુવકોને કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક યુવકોની ઉંમર અંદાજિત 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટના કયા સંજોગોમાં બની અને તેમાં કોની બેદરકારી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
