તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
વડોદરા શહેરમાં 70 જગ્યાએ હવે ટ્રાફિક સિગ્નલ 24 કલાક ચાલુ રહેશે
મ્યુનિસિપલ કમિશ્નરના આ નિર્ણયથી ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા પર નિયંત્રણ આવશે

વડોદરા શહેરમાં રાતના સમયે બંધ રહેતા ટ્રાફિક સિગ્નલોને કારણે મોટા ભાગના જંક્શનો પર વાહન ચાલકો આડેધડ વાહનો ચલાવતા હોવાથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા વકરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયંત્રણમાં મોટો ફેરફાર કર્યો છે. શહેરમાં આવેલા કૂલ 70 જંક્શન પર ટ્રાફિક સિગ્નલને હવે 24 કલાક કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડોદરા મ્યનિસિપલ કમિશ્નરના આ નિર્ણયથી ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા પર નિયંત્રણ આવશે
અત્યાર સુધી રાત્રે ટ્રાફિક સિગ્નલ બંધ રહેતાં જંક્શનો પર વાહનચાલકો મનસ્વી રીતે વાહન ચલાવતા હોવાથી રાત્રીના સમયે ગંભીર અકસ્માતો તેમજ ટ્રાફિકજામની સમસ્યા વકરી રહી હતી. આની સીધી અસર ઇંધણનો વ્યય વધવા તેમજ વાયુ પ્રદૂષણમાં વધારો થવા જેવી બની હતી. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી આ તમામ સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ આવશે અને નાગરિકોને સલામત મુસાફરીની સુવિધા મળશે.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
