તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd November 2025
તાપીના નિઝરના રૂમકી તલાવ ગામેથી બોગસ ડૉક્ટર રસિક વસાવાને ઝડપી લેવાયો
ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ SOG દ્વારા કડક કાર્યવાહી

તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા SOG પોલીસે નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામેથી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. આ બોગસ ડૉક્ટરનું નામ રસિક કમાજીભાઈ વસાવા છે. આ ડૉક્ટર શિવજી મંદિર નજીક ભાડાના મકાનમાં એલોપથી પ્રેક્ટિસ કરતો હતો.
SOG પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે તે પ્રેક્ટિસ કરતો રંગે હાથ ઝડપાયો હતો. પોલીસે આરોપીની પાસેથી જુદી જુદી બ્રાન્ડની દવાઓ, મેડિકલના સાધનો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 29,341 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ બોગસ ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
