તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
દેશના મહાન સાયન્ટિસ્ટ ડો.મુકેશ શુકલનું દુઃખદ અવસાન
પેરીસમાં લેકચર આપી પરત ફરી રહયા હતા ત્યારે પ્લેનમાં એટેક આવી ગયો

રાજકોટ : દેશના મહાન સાયન્ટિસ્ટ સુરેન્દ્રનગરના વતની ડો. મુકેશ શુકલનું દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ગઇકાલે પેરીસ ખાતે લેકચર આપી પરત ફરતા હતા ત્યારે વિમાનમાં જ એટેક આવી ગયો હતો. તેમણે એચઆઇવી સહિત તેમની ૮ દવાઓને અમેરિકાએ પેટન્ટ આપેલ.
તેઓ ખુબ જ મળતાવડા સ્વભાવના હતા. અકિલા પરિવાર સાથે પારિવારિક સંબંધ હતો. સદ્ગત ડો. મુકેશ શુકલને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના વેબ એડીશનનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા સ્ટાફ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. (૯.૧ર)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
