<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અમદાવાદમાં ચંડોળા બાદ મનપાની બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ :કુલ 918 પાકા મકાનો દૂર કરાશે

કાર્યવાહી દરમિયાન સુરક્ષા માટે 15થી વધુ JCB મશીનો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત

અમદાવાદમાં ચંડોળા બાદ AMCએ બીજી સૌથી મોટી ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ઇસનપુર તળાવ પર છેલ્લા 50 વર્ષથી ચાલતા ગેરકાયદેસર કાચા–પાકા મકાનોને દૂર કરવા માટે મનપાની ‘દબાણ હટાવો ઝુંબેશ’ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ કુલ 918 પાકા મકાનો દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. કાર્યવાહી દરમિયાન સુરક્ષા માટે 15થી વધુ JCB મશીનો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કર્યો છે. બુલડોઝર ફરે તે પહેલાં જ ઘણા લોકોએ પોતાના મકાનો સ્વેચ્છાએ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. AMCનું કહેવું છે કે તળાવનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત કરવા માટે અને શહેરના પાણી પ્રબંધનને સુધારવા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી.

(11:15 AM IST)