તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
અંજલીબેન રૂપાણી સાથે ભાજપના ટોચના નેતાઓની બંધબારણે બેઠક ચાલુ

રાજકોટમાં અત્યારે સવારે ૧૧ વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પ્રકાશ સોસાયટીમાં ભાજપના ટોચના નેતાઓ અંજલીબેન રૂપાણીને મળવા પહોંચ્યા છે : આ લખાય છે ત્યારે અંજલીબેન રૂપાણી, વિજયભાઈના પુત્ર ઋષભ રૂપાણી સાથે ભાજપના બી.એલ.સંતોષી, રત્નાકરજી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે બંધ બારણે મીટીંગ ચાલુ છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ નિવાસસ્થાને ઉપસ્થિત છે. ચૂંટણી પૂર્વે ભાજપ નેતાઓ આજે અચાનક અંજલીબેનને મળવા જતાં ભારે ચર્ચા જાગી છે. અંજલીબેનને કોઈ મોટી જવાબદારી સોંપાય તેવી પણ ચર્ચા છે : સૌરાષ્ટ્ર ભાજપની સંગઠન બેઠક આજે રાજકોટ મળી રહી છે તેમાં હાજરી આપવા રાજકોટ આ નેતાઓ આવ્યા છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
