તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
શિક્ષક બી.એલ.ઓ.ને વ્યકિતગત કોઇ સમસ્યા હોય તો બોલાવી સાંભળવા અધિકારીઓને સૂચનાઃ ઋષિકેશ પટેલ
કામગીરીમાં તણાવ ઇચ્છનીય નહિઃ અકિલા સાથે ઉર્જા મંત્રીની વાતચીત

રાજકોટ તા. ર૪ :.. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવીઝન (સર) કામગીરી ચાલી રહી છે. જેમાં ઘરે-ઘરે જઇ મતદારોની માહિતી એકત્ર કરવાની છે. આ કામમાં મોટાભાગે સરકારી શિક્ષકો રોકાયેલા છે. બુથ લેવલ ઓફીસર તરીકેની શિક્ષકોની કામગીરીમાં દબાણના કારણે તણાવ ઉત્પન્ન થતા અમૂક અનિચ્છનીય ઘટના બન્યાનું બહાર આવતા શિક્ષક સંગઠનમાં ભારે કચવાટ ફેલાયો છે. આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા જરૂરી કાર્યવાહી કરવા સરકારે અધિકારીઓને સૂચના આપી છે.
રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ તથા પંચાયત વિભાગના મંત્રીશ્રી ઋષિકેશ પટેલએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કોઇ બીએલઓ તણાવમાં રહે તે ઇચ્છનીય નથી. ચૂંટણીલક્ષી ફરજ બજાવવામાં કોઇને વ્યકિતગત સમસ્યા હોય તો તેને રૂબરૂ બોલાવીને કે તેના વિષે જાણકારી મેળવીને યોગ્ય કાર્યવાહી કરવા સરકારે અધિકારીઓને સૂચના આપી છે.
ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ‘એસઆઇઆર' (મતદાર યાદી સુધારણાની કામગીરી) માટે બૂથ લેવલ ઓફીસર (બીએલઓ) તરીકે ફરજ બજાવતા શિક્ષકો પર કોઇપણ પ્રકારનું દબાણ ન કરવા માટે સુચનાઓ આપી છે. તાજેતરમાં, બીએલઓ તરીકેની વધારાની કામગીરીને કારણે શિક્ષકોમાં માનસિક તણાવ અને શિક્ષણ પર વિપરીત વ્યાપક અસર થવાથી ફરીયાદો ઉઠી હતી. જામનગર સહિત રાજયના અનેક વિસ્તારોમાં શિક્ષક સંઘો દ્વારા આ કામગીરીનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. મંત્રીની આ સૂચનાથી શિક્ષકોને કામગીરીમાં રાહત મળી શકે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
