તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
સુરતમાં સતત બીજા દિવસે શ્વાનનો આતંક: ભટારમાં 8 વર્ષના બાળક પર કર્યો હુમલો
8 વર્ષનું બાળક ઘરની બહાર રમતું હતું તેની માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક કૂતરાઓના એક ટોળાએ બાળક પર હુમલો કર્યો

સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક સતત બીજા દિવસે પણ યથાવત્ રહ્યો છે, જેના કારણે શહેરીજનો, ખાસ કરીને બાળકોના વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આ તાજી ઘટના ભટાર વિસ્તારમાં બની છે.જ્યાં એક 8 વર્ષનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું. તેની માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક કૂતરાઓના એક ટોળાએ બાળક પર હુમલો કર્યો હતો.
કૂતરાઓએ બાળકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યું, જેમાં તેને માથાના ભાગે પણ ઈજા પહોંચી છે. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ 8 વર્ષના અન્ય એક બાળકને કૂતરાઓએ શિકાર બનાવ્યો હતો. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, કૂતરા કરડવાના 100થી વધુ કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
