તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 24th November 2025
SIRના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જેલ કેદીઓ દ્વારા પણ યોગદાન આપવામાં આવી રહયુ છે : ડો. કે. એલ.એન.રાવ.
વડોદરા જેલમાં જેલ અધિક્ષક ઉષા રાડાના સુપરવિઝન હેઠળ ફોલ્ડર, પ્રિન્ટિંગ કાર્યમાં સહયોગ આપવાના કાર્યની દેશ અને રાજ્યના ચૂંટણી પંચ દ્વારા નોંધ લેવામાં આવી છે.... આત્મ નિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત રોજગાર લક્ષી તાલીમ ખરા સમયે ઉપયોગી બની તેનો હર્ષ.. ઇન્ચાર્જ જેલ વડા, અને CID વડા સાથે અકિલાની વાતચીત..

વડોદરા કલેક્ટર તંત્રને તાકીદે કેટલીક SIR કામગીરી અંતર્ગત જરૂરિયાત ઉભી થતા વડોદરા જેલમાં રહેલ કેદીઓ કે જેવો આવી આનુસંગિક કાર્યથી વાકેફ છે, તેઓએ આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં યોગદાન આપવાના હેતુથી આ કાર્ય સંભાળતા તંત્ર દ્વારા તથા કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજ્ય ચૂંટણી પંચ સુધી નોંધ લેવામાં આવી છે.
વડોદરા જેલમાં કેદીઓ દ્વારા મોટી માત્રામાં આ કાર્ય ખૂબ ખંતથી ચાલી રહ્યું છે , ગુજરાતની જેલોમાં કેદીઓને આત્મ નિર્ભર બનાવી જેલ જીવન પછી તે સમાજમાં પરત ફરે તેવા સમયે રોજગારી મળી રહે તે માટે વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમ અંતર્ગત અપાયેલ આ તાલીમ આવા ઇમરજન્સી સમયે ઉપયોગી બની રહ્યાનું અમને સહુને હર્ષ છે તેમ રાજ્યના ઇન્ચાર્જ જેલવડા કે જેઓ દ્વારા લાંબો સમય મુખ્ય જેલ વડા તરીકે ક્રાંતિકારી કાર્યો થયા તેવા ડો. કે. એલ એન.રાવે જણાવ્યું છે.
જેલ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ આ કાર્ય ગતિમાં છે. અત્રે એ યાદ રહે કે, દેશના પ્રથમ મહિલા IPS અને પૂર્વ રાજયપાલ ડો કિરણ બેદી માફક ગુજરાતના હાલના રાજ્યપાલ દ્વારા પણ ડો રાવ અને તેમના પત્ની ડો. ઇન્દુ રાવના સરાહનીય કાર્યોની નોંધ પોતાના ફેસબુક પર લીધી છે, એ વાત ખૂબ પ્રચલિત છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
