તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 24th November 2025
નરહરિ અમીનના ખેલ મહોત્સવમાં ખીલ્યા ૧૯૦પ વિદ્યાર્થીઓ

રાજકોટઃ રાજયસભાનાં સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત સાંસદ ખેલ મહોત્સવ તા. ર૧,રર,ર૩, અમદાવાદમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારની શાળા-કોલેજોના વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. હીરામણિ સ્કૂલ ખાતે યોજાયેલ કબડ્ડી, વોલીબોલ અને ખો-ખો સ્પર્ધામાં પ૬ ટીમોના ૬૮૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રસ્સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી સંગીત ખુરશી (વૃધ્ધાશ્રમના વડીલો) માં કૂલ૬૦૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વીર સાવકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ બાસ્કેટબોલ સ્પર્ધામાં ૧૭ ટીમોનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો અને એકલવ્ય એકેડમી થલતેજ ખાતે યોજેલ સ્કેટિંગ સ્પર્ધામાં ૬ થી ૧૮ વર્ષના ૪રપ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ મહોત્સવ માં કુલ ૧૯૦પ ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ૧૦ ટ્રોફી, ૩રર મેડલ અને તમામ ખેલાડીઓએ પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયત થયા હતાં. સાંસદ અને સંસ્થાનાં પ્રમુખ નરહરિ અમીન, શ્રીમતી નીતાબેન અમીન, ડો. વરૂણભાઇ અમીન, શ્રી આર.સી. પટેલ, શ્રી પંકજભાઇ દેસાઇ, શ્રીમતી વિજુલબેન અમીન, શ્રી ઘનશ્યામભાઇ અમીન, શ્રી ભગવત અમીને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
