તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીના દિશાદર્શનમાં સાકાર થયો: રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંગળવાર તા. ૨૫ નવેમ્બરે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે.
એટલુ જ નહી, મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થીએટર, બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ૧૩માં બસપોર્ટનું મંગળવાર 25 મી નવેમ્બર ના સાંજે પાંચ વાગ્યે નવસારી ખાતે લોકાર્પણ કરશે તે અવસરે કેન્દ્રીય જલશક્તિમંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી તથા ધારાસભ્યઓ અને સાંસદઓ સહભાગી થશે.
મુખ્યમંત્રીના દિશાદર્શનમાં સુવિધાસભર બસપોર્ટ નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકો અને યુવાનો તથા બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે
અવર જવરની અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પુરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવેલ હબ બન્યું છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
