<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

અમદાવાદ સાઇબર ફ્રોડ આચરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ

નવા સીમકાર્ડ કઢાવવા આવતા ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કાઢીને કંબોડિયા-દુબઈ મોકલતા

અમદાવાદ સાઇબર ફ્રોડ આચરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાહકોની જાણ બહાર તેમના નામના સીમકાર્ડ કઢાવવામાં આવતા હતા. સીમકાર્ડને કંબોડિયા અને દુબઈ મોકલી કમિશન મેળવવામાં આવતું હતું. નવા સીમકાર્ડ કઢાવવા ગયેલા ગ્રાહકોના પુરાવાઓ અને ફિંગરપ્રિન્ટ લઈ લેતા હતા.

   સર્વર ડાઉન હોવાનું કહી ફરીવાર એન્ટ્રી કરી બીજું સીમકાર્ડ કઢાવી લેતા હતા. સાયબર ગઠિયા સીમકાર્ડના બદલામાં કમિશન આપતા હતા. આરોપી પાસેથી 6 મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો. આરોપી વિજય રાવલ, શુભમ પારાડિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

(6:41 PM IST)