તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
દસ્તાવેજ નોંધણી માટે ‘‘મિલકતનું આયુષ્ય' નક્કી કરવા તલાટીનો દાખલો ચાલશે નહીં

અમદાવાદ,તા.૨૫: નોંધણીઅર્થે રજૂ થતા વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિમત નક્કી કરવા કેટલાક સબ રજિસ્ટ્રારો તલાટીના દાખલાનો આધાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. જેના મૂળમાં તો બજાર કિમત ઓછી અંકાય ને વેચાણ લેનારને સ્ટેમ્પ ડયુટી ભરવી પડે તેવો ઉદ્દેશ્ય હોય છે. આથી, નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક પરિપત્ર મારફતે મિલકતનુ આયુષ્ય નક્કી કરવા માટે તેમજ ખેતીની જમીન બિનપિયતની છે તે પ્રમાણિત કરવા માટે તલાટીઓ દ્વારા આપવામાં આવતા દાખલાનો આધાર ન લેવા સબ રજિસ્ટ્રારોને આદેશ કર્યો છે.
વેચાણ દસ્તાવેજમાં તલાટીઓના દાખલાનો ઉપયોગ ભષ્ટાચારના પોષણ અને સરકારની તિજોરીનો મોટાપાયે નુકશાનરૂપ છે. આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવતા નાયબ નોંધણી સર નિરીક્ષક એસ. આર.તાબિયારની સહીથી સબ રજિસ્ટ્રારોને કેટલીક સુચના આપવામાં આવી છે. જેમાં કહેવાયુ છે કે, રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારોએ કોઈ પણ બાબતે તલાટીના દાખલાને આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેતી નથી. સ્ટેમ્પ ડયુટી નક્કી કરવા આવા દાખલાનો આધાર ન લેતા એન્યુએલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ- જંત્રીના ભાવમાં ફેરફાર કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે ૧૩મી એપ્રિલ ૨૦૨૩ના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યુ છે તેનો જ ઉપયોગ કરવો
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
