તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th November 2025
મધ્યમવર્ગના લોકોની થાળીમાંથી શાકભાજી અર્દશ્ય થાય તેવી સ્થિતિ
માવઠાને કારણે પાક ધોવાઈ જતાં આવકમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી ભાવ વધારો : ટકે શેર ભાજી ટકે શેર ખાજાની સ્થિતિઃ શાક ખાવ કે ફળો ખાવ ભાવ લગભગ સરખા

વડોદરા,તા.૨૫: કમોસમી વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે પાક ને મોટુ નુકશાન થયુ હતુ. વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ સુરત અને મહારાષ્ટ્રથી મોટાભાગે વડોદરા શહેરમાં શાકભાજી આવે છે. જોકે સમગ્ર રાજય અને દેશમાં પણ કમોસમી વરસાદ હોવાથી ખેતરમાં પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. આ સ્થિતિના લીધે મધ્યમવર્ગના લોકોની થાળીમાંથી શાકભાજી અદ્રશ્ય થઈ રહ્યા છે.
રાજય સહિત સમગ્ર દેશના કેટલાય ભાગમાં કમોસમી વરસાદ થયો હતો. પુરની સ્થિતિ સર્જાઈ હતી. કમોસમી વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાવવાના લીધે પાક નિષ્ફળ ગયો. હતો. કેટલાક સ્થળોએ પાક બચાવી લેવા માટે ખેતર માલિકોએ શ્રમજીવોને બોલાવ્યા હતા. પરંતુ મ્હોંમાગ્યા પૈસા આપવા છતા શ્રમજીવો આવવા તૈયાર ન હતા. આથી પાક બચાવી લેવામાં પણ ખેડૂતોને નિષ્ફળતા મળી હતી.આ સ્થિતિના લીધે શિયાળામાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલમાં એ સ્થિતિ સર્જાય છે કે, શાકભાજીના ભાવ ફળોને લગોલગ પહોંચી ગયા છે.
વડોદરા શહેરના શાકભાજીના બજારમાં શાકભાજી વડોદરા જિલ્લાના પાદરા, કરજણ,ડભોઈ સાવલી, શિનોરથી અને છોટાઉદેપુર જિલ્લામાંથી સંખેડા, બોડેલી, છોટાઉદેપુર તેમજ અમદાવાદ અને સુરત જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રમાં નાસિકથી આવે છે. આ સ્થળોથી હાલ ૫૦ થી ૬૦ ટકા જેટલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. પરિણામે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં ૫૦ ટકા થી વધુનો વધારો નોંધાયો છે. જેના લીધે શાકભાજીના ભાવ ફળોને લગોલગ પહોંચી ગયો છે. આથી શાકભાજી ખાવ કે ફળો ખાવ બન્ને સરખુજ થઇ જતા ટકે શેર ભાજી ટકે શેર ખાજાની સ્થિતિ હાલ સર્જાઈ છે.
શાકભાજી હાલના ભાવ અગાઉના ભાવ
રૂ.(કિલોમાં)
રીંગણ ૧૦૦ ૩૦ થી ૬૦
લીલી તુવેર ૧૦૦ ૪૦ થી ૫૦
ભીંડા ૧૦૦ ૩૦ થી ૫૦
વટાણા ૧૦૦ ૪૫ થી ૫૦
ટીંડોળા ૮૦ ૪૦ થી ૫૦
કારેલા ૮૦ ૪૦ થી ૬૦
ફળો હાલના ભાવ અગાઉના ભાવ
રૂ.(કિલોમાં)
સફરજન ૭૦ ૫૦ થી ૬૦
ચીકુ ૯૦ ૮૦ થી ૧૪૦
જામફળ ૯૦ ૬૦ થી ૮૦
સીતાફળ ૯૦ ૭૦ થી ૮૦
પપૈયા ૬૦ ૫૦ થી ૬૦
મોસંબી ૬૦ ૪૦ થી ૫૦
લગ્નસરામાં શાકભાજીની માંગ વધશે તો ભાવ વધી શકશે
હવે લગ્નસરા શરૂ થશે. લગ્નસરામા મોટા ભોજન સમારંભ યોજાશે. જેના લીધે શાકભાજીની માંગમાં વધારો થશે જોકે હાલ શાકભાજીની આવક ઘટી છે. જેના લીધે ભાવ વધી શકે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જોકે શિનોરના ખેડૂત શિતલ પટેલે જણાવ્યુ હતુકે ૧૦ દિવસ બાદ શાકભાજીનો સપ્લાય વધી શકે છે. પરિસ્થિતિ સુધરતા સિચાઈની સુવિધા ધરાવતા ખેડૂતોનો પાક સારો ઉતરેતો શાકભાજીના ભાવ કાબુમાં આવી શકે છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
