<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

બળવંતસિંહ મંત્રી હોય કે ધારાસભ્‍ય કોઇ પગાર-ભથ્‍થાનો સ્‍વીકાર નહિ

રાજકોટ :  સિધ્‍ધપુર મતક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્‍ય તરીકે ચૂંટાઇને રાજયના ઉદ્યોગમંત્રી પદે રહી ચૂકેલા શ્રી બલવંતસિંહ રાજપૂતએ પગાર-ભથ્‍થા લીધા નથી.

મંત્રી મંડળની પુનઃરચના બાદ વિધાનસભા કાર્યાલય તરફથી પગાર-ભથ્‍થા અંગે મળેલા પત્રના પ્રત્‍યુત્તરમાં શ્રી બલવંતસિંહ રાજપૂતએ ગઇકાલે વિધાનસભાના સચિવને પત્ર પાઠવી જણાવેલ કે હું બલવંતસિંહ રાજપૂત, ૧૯ સિધ્‍ધપુર ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલ છું. હું અગાઉ ધારાસભ્‍ય તરીકે તેમજ કેબીનેટ મંત્રી તરીકે હતો ત્‍યારે પણ કોઇ પગાર ભથ્‍થા ક અન્‍ય કોઇ ભથ્‍થા લીધેલ ન હોઇ આજે પણ મને મળવા પાત્ર કોઇ ભથ્‍થા લેવા સ્‍વીકારતો નથી. 

 

(12:59 PM IST)