તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
સાવરકુંડલાઃ અમદાવાદમાં શુક્રવારે કોંગ્રેસના દિગ્ગજ આગેવાનોનું સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૫: અમદાવાદ ખાતે આવતી ૨૮ મી તારીખે કોંગ્રેસ સમિતિ ના ઇમરાન પ્રતાપગઢી સહિત કોંગ્રેસ સમિતિ ના પ્રદેશ દિગ્ગજો આગેવાનો ના સન્માન સમારોહ નો કાર્યકમ રાખેલ છે
ગુજરાતપ્રદેશ મુસ્લિમ સમાજ આયોજિત સમારોહ આવતી ૨૮ તારીખે અને શુક્રવાર અમદાવાદ ખાતે પંડિત દિન દયાન ઉપાધ્ધાય હોલ રાજપથ કલ્બ પાછળ એસ જી હાઈવે ખાતે રાખેલ છે આ સન્માન સમારોહ માં હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અંગે ચર્ચા વિચારણા કરવા માં આવશે અને આ કાર્યકર્મમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના ચેરમેન અને રાજ્ય સભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈ ચાવડા. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસ ના નેતા તુષારભાઈ ચોધરી સાંસદ ગેનીબેન ઠાકોર નું સન્માન કરવા માં આવશે અને આ ભવ્ય કાર્યકર્મ માં મુખ્ય મહેમાન તરીકે રામકિશન ઓઝા જી. ગુજરાત પ્રભારી. શૈલેષ ભાઈ પરમાર કદિરપીરઝાદા. ધારાસભ્ય ઇમરાન ખેડા વાળા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખ પૂર્વ ધારાસભ્ય જાવેદબાપુ પીરઝાદા અમદાવાદ મહા નગર પાલિકા ના વિરોધપક્ષ ના નેતા શહેઝાદખાન પઠાણ. મહમદ હુસૈન બ્લોચ પૂર્વ કાયદા મંત્રી કેબિનેટ અતિથિ વિશેષ શ્રી ઓ માં મુર્તઝા ખાન પઠાણ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ.પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઈકબાલભાઈ શેખ. નુસરત પંજા. ઇન્સાફ.અલી આઝાદ યાસીનભાઇ મંદોસર વાળા શાહનવાઝ શેખ તસ્લીમઆલમ તિરમિજી વિગેરે દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહેશે આ કાર્યકમ નું આયોજન માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વજીરખાન પઠાણ સહિત પ્રદેશ આગેવાનો તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના વાઈસ ચેરમેન અને ગુજરાત માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ના ઇન્ચાર્જ નાસીર ખાન પઠાણે જણાવેલ હતું.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
