તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ગુરુવારથી વલસાડના ધરમપુરમાં ત્રણ દિવસીય રાજ્ય સરકારની ચિંતન શિબિર
સરકારના વિવિધ વિષયો, યોજનાઓ અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા થશે.

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા યોજાનારી ચિંતન શિબિરને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 27 થી 29 નવેમ્બર દરમિયાન વલસાડના ધરમપુર ખાતે યોજાનારી આ મહત્ત્વપૂર્ણ ચિંતન શિબિરમાં રાજ્યના તમામ મંત્રીઓ હાજરી આપશે. 27 નવેમ્બરે મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ટ્રેન દ્વારા વલસાડ પહોંચશે, જ્યાં સરકારના વિવિધ વિષયો, યોજનાઓ અને ભવિષ્યની નીતિઓ પર ચર્ચા થશે. ત્રણ દિવસ ચાલનારી આ શિબિર બાદ 29 નવેમ્બરે તમામ મંત્રીઓ ફરી ટ્રેન દ્વારા અમદાવાદ પરત ફરશે. રાજ્યની કાર્યપદ્ધતિ વધુ મજબૂત કરવા માટે આ ચિંતન શિબિરને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
