<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

મેઘરજ પંથકમાં સંઘ વિતરણ સેન્ટર પર ખેડૂતોએ ખાતર ના મળતા હોબાળો : યુરિયા ખાતર રાજસ્થાન સગે ગે કરાતું હોવાના આક્ષેપ

તાલુકા સંઘ ખાતે ગોડાઉન પર રજા હોવાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યા: છેલ્લા 15 દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખાં

અરવલ્લીના મેઘરજ તાલુકાના સંઘ વિતરણ સેન્ટર પર ખેડૂતોએ ખાતર ના મળતા હોબાળો મચાવ્યો છે. વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની ભીડ જામી હતું. તાલુકા સંઘ ખાતે ગોડાઉન પર આજે રજા હોવાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યા હતા . ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. યુરિયા ખાતર રાજસ્થાન વગે કરાતું હોવાના ખેડૂતોના આક્ષેપ કર્યો છે. છેલ્લા 15 દિવસથી યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખાં મારી રહ્યા છે . વહેલી સવારથી પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં ખાતર મેળવવા લાઇનોમાં ઊભા રહ્યાં હતા. આ સરકારી સ્ટોક હોવાથી રિલીઝ થયા બાદ થશે વહેચણી કરાશે તેમ મેનેજરે જણાવ્યું હતું. હાલ બે ગાડી સરકારી સ્ટોક રિલીઝ કરતા હવે યુરિયા ખાતરની થશે વહેચણી તેમ મેનેજરે કહ્યું છે.

(4:03 PM IST)