News of Tuesday, 25th November 2025
મતદાર યાદી સુધારણા રાજકીય નહિ રાષ્ટ્રીય હિતનું કાર્યઃ BLOને આવકારતા ભરત પંડયા

અમદાવાદ સ્થિત ભાજપના પ્રદેશ અગ્રણી શ્રી ભરત પંડયાએ મતદાર યાદી સુધારણા માટે આવેલા બ્લોક લેવલ ઓફીસર શ્રી હિરેન માણેકને ઉમળકાથી આવકારી પરિવાર સાથે ફોર્મની પ્રક્રિયા કરેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. રપ : ભાજપના પ્રદેશ ધારાસભ્ય શ્રી ભરત પંડયાએ જણાવેલ કે, અગ્રણી પૂર્વ મેં પણ મારૂં SIR (Special Intensive Revision) નું ફોર્મ ભર્યું હતું. તમે પણ મતદાર તરીકે ‘મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ' (SIR) હેઠળ ફોર્મ જરૂરથી ભરશો તેવી વિનંતી કરૂં છું.
મારા બુથના BLO શ્રી હિરેન માણેકને હું આવકારૂં છું. તમે પણ BLOને મહેમાનની જેમ આવકારો, માન-સન્માન આપો. દેશમાં, ગુજરાતમાં નાગરીક કોણ છે ? મતદાર કોણ છે ? BLO સાચા મતદારોને ઓળખવાનું અને નોંધવાનું તેમજ દેશહિત અને આપણાં સૌના હિત માટે શ્રેષ્ઠ કામ કરી રહ્યાં છે. તેમના કર્તવ્યને બિરદાવશો. આ રાજકીય નહીં, રાષ્ટ્રીય હિતનું કાર્ય છે. તેમાં સહભાગી થવું એ આપણી જવાબદારી છે. મતદાર બનવું એટલે લોકશાહીમાં લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતાં લોકતંત્રને મજબુત કરવું.
મતદાર બનવું એટલે દેશના વિકાસ, ગૌરવ અને શક્તિ માટેના દિશાદર્શનમાં સહભાગી બનવું.
ચાલો, આપણે સહુ SIRના અભિયાનમાં સહભાગી થઈએ. તેમ શ્રી ભરત પંડયાની અપીલ છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
