<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં વધારો :શાળાને આપેલો પ્લોટ પાર્ટ લેવા માટે અમદાવાદ મનપા કરશે કાર્યવાહી

શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. હવે COPની પ્રોસિજર કરવામાં આવશે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈ વિવાદ સર્જાયો હતો. AMC દ્વારા શાળાને આપવામાં આવેલો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરશે. ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણવાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરુરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. હવે COPની પ્રોસિજર કરવામાં આવશે.

 

મળતી માહિતી મુજબ, અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) દ્વારા હવે સ્કૂલનો પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્કૂલને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી અને 21 નવેમ્બરની અંતિમ ડેડલાઇન અપાઈ હતી. તેમ છતાં, સ્કૂલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ ન કરાતા કે કોઈ જવાબ ન અપાતા, મનપા હવે પ્લોટ પાછો લેશે. મહત્વનું છે કે શાળા પરિસર નજીક એક વિદ્યાર્થીની હત્યાના પગલે સેવન્થ ડે સ્કૂલ ચર્ચામાં આવી હતી અને શાળાની ગેરરીતીઓ પર લોકોની નજર પડી હતી.

 

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સેવન્થ ડે સ્કૂલની જગ્યા ભાડે પટ્ટે આપવામાં આવી હતી જેની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક હેતુ માટે જે નામથી જગ્યા ફાળવવામાં આવી છે તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું નથી અન્ય સંસ્થા દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડીંગમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાંના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હતો.

(8:33 PM IST)