<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

શિયાળાની શરૂઆત થતા શાકભાજીના ભાવ આસમાને :કમોસમી વરસાદને લીધે આવક ઘટી

લીલા શાકભાજીમાં પણ જબરદસ્ત વધારો થયો: મેથી, કોથમીર અને લીલી ડુંગળી સહિતના ભાવ વધ્યા

સુરતમાં શિયાળાની શરૂઆત થતા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનું મુખ્ય કારણ કમોસમી વરસાદને લીધે આવકમાં થયેલો ઘટાડો છે. સામાન્ય રીતે રૂપિયા 40 પ્રતિ કિલો મળતા શાકભાજીના ભાવ રૂપિયા 100ને વટાવી ગયા છે. લીલા શાકભાજીમાં પણ જબરદસ્ત વધારો થયો છે: મેથી, કોથમીર અને લીલી ડુંગળી રૂપિયા 60 થી રૂપિયા 80 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે લીલું લસણ રૂપિયા 160 અને રીંગણ રૂપિયા 120 પ્રતિ કિલોના ભાવે પહોંચ્યા છે, અને ગવાર, ચોળી, ટીંડોળા, ભીંડા જેવા અન્ય શાકભાજી રૂપિયા 120 થી રૂપિયા 140 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

(8:48 PM IST)