<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

અમદાવાદ એરપોર્ટની સુરક્ષા માટે કડક પગલાં: ઊંચાઈના નિયમો તોડતી અને ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનતી એરપોર્ટ આસપાસ આવેલી, ૧૩ ઈમારતો તોડી પડાશે

ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનતી આ ઈમારતો સામે આગામી દિવસોમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે

અમદાવાદ: નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) એ વિમાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ અપનાવ્યું છે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ ઊંચાઈ ધરાવતી ૧૩ જેટલી ઈમારતો અથવા તેના ભાગોને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. 
ફ્લાઈટના ટેક-ઓફ અને લેન્ડિંગમાં અવરોધરૂપ બનતી આ ઈમારતો સામે આગામી દિવસોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

(9:20 PM IST)