<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

"દારૂબંધી તો માત્ર બહાનું છે": ગિફ્ટ સિટીમાં રોકાણ ન કરતી કંપનીઓ પર એમડી સંજય કૌલના પ્રહાર

હાલમાં અહીં ૧,૦૩૪થી વધુ સંસ્થાઓ કાર્યરત છે અને ૨૭,૦૦૦થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે

ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે કંપનીઓ ગિફ્ટ સિટીમાં આવતા ખચકાય છે તે વાતને ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર સંજય કૌલે નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "દારૂબંધી હોવાની વાતો તો માત્ર એક બહાનું છે જે કંપનીઓને અહીં આવવાની ઈચ્છા નથી હોતી તેઓ આવા કારણો આગળ ધરે છે." 
તેમણે ગિફ્ટ સિટીની સફળતાના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે હાલમાં અહીં ૧,૦૩૪થી વધુ સંસ્થાઓ કાર્યરત છે અને ૨૭,૦૦૦થી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે, જે સાબિત કરે છે કે બિઝનેસ માટે દારૂબંધી કોઈ અડચણ નથી.

(9:24 PM IST)