તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
મહીસાગર SOGને મોટી સફળતા: કોઠંબામાં સ્કોર્પિયો કારમાંથી અંદાજે 250 કિલો પોષડોડાનો જથ્થો મળ્યો
કારચાલક પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો: કારમાં પ્રાથમિક તપાસ દરમિયાન મધ્યપ્રદેશની નંબર પ્લેટ વાળી પ્લેટ પણ મળી

મહીસાગર SOGને એક મોટી સફળતા મળી છે. SOGએ પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોઠંબા વિસ્તારમાં રાત્રિના સમયે અકસ્માતની વિગતો મળતા એક સ્કોર્પિયો કારમાંથી અંદાજે 250 કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો છે, જેના મૂલ્યનો અંદાજ 38 લાખ રૂપિયા લગાવવામાં આવ્યો છે.
અકસ્માત સમયે કારમાંથી એક દેશી પિસ્તોલ અને ચાર જેટલા જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા. ઘટનાની તપાસ દરમિયાન જણાયું કે, કારચાલક પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો હતો. કારમાં પ્રાથમિક તપાસ દરમિયાન મધ્યપ્રદેશની નંબર પ્લેટ વાળી પ્લેટ પણ મળી આવી છે.
જોકે, આણંદની એફએસએલ ટીમ ઘટનાસ્થળ પર આવીને સમગ્ર તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ હેઠળ ગાડી ક્યાંથી આવી રહી હતી અને પોષડોડાનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે અંગે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. તેમજ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
