તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
સુરત શહેરના આઉટર રીંગ રોડ પર બાઈક ટેન્કરના પાછળ ટાયરમાં અથડાઈ: વૃદ્ધ દંપતીનું કરુણ મોત
જોરદાર ટક્કરમાં બંને રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

સુરત શહેરના આઉટર રીંગ રોડ પર ફરી જીવલેણ અકસ્માત થયો હતો. અમરોલી વિસ્તારમાં ઘટનામાં લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતા વૃદ્ધ દંપતીનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. માહિતી અનુસાર, પતિ-પત્ની બાઈક પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર સુરતના આઉટ રીંગ રોડ પર બાઈક પર જતા પતિ-પત્ની ટેન્કરના પાછળના ટાયરમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. બાઈક ટેન્કરના પાછળના ટાયરમાં અથડાઈ હતી. આ જોરદાર ટક્કરમાં બંને રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનું મોજું વળી આવ્યું છે. પરિવારના બે વડીલોના અચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
