તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
અમદાવાદના દધીચી બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ : બે યુવાનોએ રેલિંગ પરથી નીચે ખેંચી યુવકનો જીવ બચાવ્યો
બે જાગૃત યુવાનોની નજર આ યુવક પર પડી :બંને યુવાનોએ જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક હિંમત દાખવીને યુવક તરફ ધસી ગયા

અમદાવાદ શહેરના દધીચી બ્રિજ પર એક 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર બ્રિજ પરથી નદીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક બ્રિજની રેલિંગ પર ચઢી ગયો હતો અને નીચે છલાંગ લગાવવાની તૈયારીમાં હતો. જોકે, આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા બે જાગૃત યુવાનોની નજર આ યુવક પર પડી હતી. બંને યુવાનોએ જરાય સમય બગાડ્યા વિના તાત્કાલિક હિંમત દાખવીને યુવક તરફ ધસી ગયા હતા.
દિલધડક પ્રયાસ બાદ બંને યુવાનોએ યુવકને પકડીને રેલિંગ પરથી નીચે ખેંચી લીધો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ બે યુવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા યુવકને જરૂરી પૂછપરછ અને કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સમયસરની મદદ કઈ રીતે કિંમતી જીવ બચાવી શકે છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
