News of Wednesday, 26th November 2025
પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા: એક મહિલાનું મોત
હનુમાન ટેકરી સર્વિસ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત : કાર ચાલકે દૂધ લઈ જતા મહિલા સહીત 3 લોકોને ઉલાળ્યા

બનાસકાંઠાના પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે, હનુમાન ટેકરી સર્વિસ રોડ પર ઓવરટેક કરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત અને કાર ચાલકે દૂધ લઈ જતા મહિલા સહીત 3 લોકોને અડફેટે લીધા હતા પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતનો ગુનો નોંધાયો છે.
પાલનપુરમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા ભારતીબેન ઠક્કર નામના મહિલાનું મોત નીપજ્યું હતું જયારે ઈજાગ્રસ્ત બે પુરુષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાને પગલે ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળેટોળાં ઉમટયા હતા અને ઘટનાને પગલે સ્થાનિકોએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો . કાર ચાલક આબુરોડનો ઈશ્વર પાટીલ હોવાનું સામે આવ્યું છે
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
