તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટરનો પર્દાફાશ
અમદાવાદના આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગના 12મા માળેથી 6 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડી માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 યુવક-યુવતી પકડયાં

અમદાવાદ : અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આયુર્વેદિક દવા આપવાના બહાને છેતરતું કોલ સેન્ટર આશ્રમ રોડ પરના સાકાર 9 બિલ્ડિંગના 12મા માળેથી પકડાયું છે. 6 મહિનાથી ચાલતા કોલ સેન્ટરમાં પોલીસે દરોડો પાડી માલિક, મેનેજર, 2 ટીમ લીડર, કોલિંગ કરવા રાખેલા 20 યુવક-યુવતી પકડયાં છે. દવા મોકલવાના બહાને 600 ડોલર પડાવતા હતા. ત્યાર બાદ દવા ન મોકલીને છેતરપિંડી કરતા હતા. કોલ સેન્ટર આખી રાત ધમધમતું હતું.
શહેરના આશ્રમ રોડ પર આવેલા સાકાર-9ના 12મા માળે પોલીસે રેડ કરી હતી. એક ઓફિસમાં ચાલતા કોલસેન્ટરનો પર્દાફાસ કરીને 20 યુવક-યુવતીને ઝડપી લીધા હતા. સૌપ્રથમ વખત કોલ સેન્ટર માફિયાઓએ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને તેમની પાસેથી પૈસા ખંખેર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
કોલસેન્ટર સંચાલક અને કર્મચારીઓ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની યાદી ઓનલાઇન સર્વર પરથી મેળવતા હતા. તેમને જુદી જુદી દવાઓ માટેની સ્કીમો બતાવીને એડવાન્સમાં ડોલરમાં પેમેન્ટ મેળવી લેતા હતા.
આરોપીઓ દવાઓ ન મોકલીને કે હલકી ગુણવત્તા વાળી દવાઓ મોકલીને રિફંડ ન આપીને છેતરપિંડી કરતા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા કંપનીના નામે ખોટુ રજિસ્ટ્રેશન કરાવીને આઠેક માસથી ઓફિસમાં બોગસ કોલસેન્ટર ચલાવતા હોવાનું ખૂલ્યુ છે.
નવરંગપુરા પોલીસે આશ્રમ રોડ પરના સાકાર-9ના 12મા માળની એક ઓફિસમાં રેડ કરી હતી. જોકે ઓફિસ બંધ હોવાથી કોઇ બહાર નીકળે તેની રાહ જોવાતી હતી. આ દરમિયાન એક વ્યક્તિ ઓનલાઇન ફૂડ ઓર્ડરની વસ્તુ લેવા આવતા જ પોલીસ ઓફિસમાં ત્રાટકી હતી. જેમાં બોગસ કોલસેન્ટર ચાલતું હોવાનું ખૂલ્યુ હતું. તપાસમાં તમામ લોકો વિદેશમાં રહેતા ભારતીય લોકોની યાદી ઓનલાઇન સર્વર પરથી મેળવતા હતા. બાદમાં જુદી જુદી દવાઓ માટેની સ્કીમો બતાવીને તે દવા માટે એડવાન્સમાં ડોલરમાં રકમ મેળવી લેતા હતા. આરોપીઓ દવાઓ ન મોકલીને કે હલકી ગુણવત્તાવાળી દવાઓ મોકલીને રિફંડ ન આપીને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી કરતા હતા. પકડાયેલા આરોપી પૈકીનો અભિષેક પાઠક નામનો વ્યક્તિ આ કોલસેન્ટર ચલાવતો હતો.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
