News of Wednesday, 26th November 2025
મહેસાણા સહિત રાજ્યભરની શાળામાં શિક્ષણ વ્યવસ્થા ‘રામભરોસે’ :શિક્ષકો BLO ની કામગીરીમાં વ્યસ્ત : બાળકોનું શિક્ષણ ખોરવાયું
મહેસાણા જિલ્લામાં કુલ 6,383 શિક્ષકો છે, જે પૈકી 1,810 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી

મહેસાણા સહિત રાજ્યભરની શાળામાં હાલ શિક્ષણ વ્યવસ્થા ‘રામભરોસે’ હોય તેવું લાગી રહ્યું છે અને આનું કારણ SIR કામગીરી છે. મહેસાણા જિલ્લામાં કુલ 6,383 શિક્ષકો છે, જે પૈકી 1,810 શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. હવે આના કારણે શાળામાં હાજર શિક્ષકો પર કામનું ભારણ વધ્યું છે.
કામનું ભારણ વધતાં શિક્ષકો હવે જુગાડ કરીને બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે. મહેસાણાની ઈન્દિરાનગર પ્રાથમિક શાળામાં SIR કામગીરી અને બીજા કારણોના લીધે શાળાના 17 પૈકી 7 શિક્ષકો શાળામાં હાજર નથી. જોવા જઈએ તો, શિક્ષકો 2 વર્ગોને એકસાથે બેસાડીને ભણાવી રહ્યા છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
