<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

અમદાવાદમાં આમંત્રણનો લાભ લઈને વિશ્વાસઘાત : દરિયાપુરના બંધ ઘરમાંથી 23.10 લાખની મત્તા ચોરાઈ

એક પરિચિત મિત્રએ જ વિશ્વાસઘાત કરીને પોતાના મિત્રના બંધ ઘરમાંથી લાખોની ચોરીને અંજામ આપ્યો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિચિત મિત્રએ જ વિશ્વાસઘાત કરીને પોતાના મિત્રના બંધ ઘરમાંથી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજની મદદથી આ 45 વર્ષીય આરોપી શ્રેય પંચાલને ઝડપી પાડ્યો છે.

 ઘટનાની વિગત એવી છે કે, દરિયાપુરના રહેવાસી નીરવભાઇ પ્રજાપતિએ 22 નવેમ્બરના રોજ જગતપુર ખાતે નવું મકાન રાખ્યું હોવાથી તેઓ વાસ્તુના પ્રસંગ માટે બે દિવસ માટે જૂના નિવાસસ્થાનને તાળું મારીને ગયા હતા. તેમના પરિચિત મિત્ર શ્રેય પંચાલને આ અંગે આમંત્રણ મળ્યું હતું.

 

(11:16 PM IST)