તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
રાજ્યમાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ વેગવાન :5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
તાપી, સાબરકાંઠા, ગીરસોમનાથ, મહિસાગર, અમરેલી, બોટાદ, અને નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું

અમદાવાદ : રાજયમાં 2025ની મતદાર યાદીને ધ્યાનમાં રાખીને ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાના માર્ગદર્શન હેઠળ CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગવાન બનાવવા માટે કાર્યરત છે. આ ઝુંબેશ અંતર્ગત, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં તાપી, સાબરકાંઠા, ગીરસોમનાથ, મહિસાગર, અમરેલી, બોટાદ, અને નવસારી જિલ્લામાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે.
પરત મળેલા ફોર્મ્સના ડિજીટાઈઝેશનની કામગીરી પણ પ્રગતિમાં છે. આ કામગીરીમાં 85.53% ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. અન્ય ટોપ-10 જિલ્લાઓમાં બનાસકાંઠા (80.63%), સાબરકાંઠા (78.62%), અને પંચમહાલ (77.54%) નો સમાવેશ થાય છે.
CEO કચેરીએ આ સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત તમામ BLO (બૂથ લેવલ ઓફિસર) ને અભિનંદન પાઠવ્યા છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે: “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.”
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
