<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સુરતમાં સ્ક્રેપનો માલ આપવાના નામે કરોડોની છેતરપીંડી: ભાગેડુ આરોપી મુંબઈથી ઝડપાયો

અરુણ અગ્રવાલે કુલ 2.19 કરોડ રૂપિયાનું સ્ક્રેપનું પેમેન્ટ લીધું છતાં માલ સપ્લાય કર્યો નહોતો: આરોપી પેમેન્ટ લઈ નાસી છૂટ્યો હતો

સુરતમાં સ્ક્રેપના વેપારમાં અનેક લોકોને છેતરપીંડી કરવાના બનાવ સામે આવ્યા છે. સાસ ઓવરસીઝ અને રેડીએન્ટ ઓવરસીઝના નામે મોરેશિયસ-ભારત વચ્ચે સ્ક્રેપ સપ્લાયની લાલચ આપી હતી. યુવકને  વિદેશનું સ્ક્રેપ સસ્તામાં આપવાની વાતમાં ભોળવી છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આયોજક અરુણ અગ્રવાલે  કુલ 2.19 કરોડ રૂપિયાનું સ્ક્રેપનું પેમેન્ટ લઈ લીધું, છતાં માલ સપ્લાય કર્યો નહોતો. આરોપી પેમેન્ટ લઈ નાસી છૂટ્યો હતો, જે બાદ ઈકો સેલ પોલીસને બાતમી મળી હતી.

ઈકો સેલ પોલીસના અધિકારીઓએ તપાસ હેઠળ ભાગેડું આરોપી અરુણ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડ્યો છે. હાલમાં આરોપી સાથે પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

(12:46 AM IST)