<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

અમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહવિક્રયના રેકેટનો ભાંડાફોડ : પોલીસે 13 મહિલાઓને અપાવી મુક્તિ

ઝોન–7 પોલીસે જુદા જુદા 13 મસાજ પાર્લરમાં રેડ કરી: સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધ ઝીરો સ્પા, બોડકદેવ પો. સ્ટે. વિસ્તારમાં બોડી બટર સ્પા, એલીસબ્રિજ વિસ્તારમાં ધ લેમન આયુર્વેદિક સ્પા અને આનંદનગર પો. સ્ટે. વિસ્તારમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પામાં દરોડા

અમદાવાદના ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયના રેકેટનો ભાંડાફોડ થયો છે. પોલીસે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

ઝોન–7 પોલીસે જુદા જુદા 13 મસાજ પાર્લરમાં રેડ કરી હતી. જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધ ઝીરો સ્પા, બોડકદેવ પો. સ્ટે. વિસ્તારમાં બોડી બટર સ્પા, એલીસબ્રિજ વિસ્તારમાં ધ લેમન આયુર્વેદિક સ્પા અને આનંદનગર પો. સ્ટે. વિસ્તારમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પાનો સમાવેશ થાય છે. આ રેડ દરમિયાન પોલીસે 13 મહિલાઓને દેહ વિક્રયના દુષણમાંથી મુક્ત કરાવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. પોલીસે તમામ સ્પા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(12:47 AM IST)