News of Thursday, 27th November 2025
ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે, યોનો એપ્લિકેશન મારફત ઈ-મેમોની સીધી ચૂકવણીની સુવિધા શરૂ
ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયા વધુ સરળ-ડિજિટલ બની

અમદાવાદ તા.૨૭: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઈન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૧લી ઓક્ટોબરથી ૨૪મી, નવેમ્બર-૨૦૨૫
સુધીના સમય ગાળામાં રૂ. ૧૮,૦૫ લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન આ સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો છે. BBPS મારફતે ચુકવણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
આ અગાઉ વર્ષ ૨૦૨૩થી વન નેશન, વન ચલણ-One Nation One Challan- એપ્લિકેશન દ્વારા નેટ બેંકિગ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, UPI { અને PoS મારફત દંડ ભરવાની સુવિધા હતી. હવે તેમાં વધારો કરીને ગૂગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો (YONO) એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઈ કરી શકે છે. ચુકવણી કરવા માટે, એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે.
ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ
બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દોઃ વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણનો બાકી દંડ ભરવા માટે ફોન-પે (PhonePe), ગૂગલ-પે (Google Pay), અને યોનો (YONO) જેવી BBPS સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી છે.
૯૦ દિવસની સમય મર્યાઘનું ધ્યાન રાખોઃ આ સરળ પ્રક્રિયા દ્વારા માત્ર છેલ્લા ૯૦ દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણનો દંડ ભરી શકાશે.
કોર્ટની કાર્યવાહીથી બયોઃ ૯૦ દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટ (Vitual Court) માં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે ચુકવણીની પ્રક્રિયા વધુ જાટિલ બની જાય છે. તેથી, ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
