તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
વડોદરામાં પૂ. ધીરગુરૂદેવ અનુગ્રહિત ઉપાશ્રય નિર્માણમાં ટુવાવાલાનું ૧ કરોડનું દાન
રવિવારે ઇન્દ્રપુરી સંઘમાં નૂતન ઉપાશ્રય શિલારોપણ વિધિ

રાજકોટઃ શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ-વડોદરાના ઉપક્રમે શતાધિક ઉપાશ્રમ નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરૂદેવના શાલીન સાંનિધ્યે તા. ૩૦ ને રવિવારે સવારે ૯-૩૦ કલાકે ઉમેદવાર ફીફાદરાના પ્રમુખસ્થાને જશવંતલાલ ગિરધરલાલ શાહ ટુવાવાલા નુતની ઉપાશ્રયની શિલારોહણ વિધિ ઝાબક ભવન, આજવા રોડ ખાતે યોજાયેલ છે.
સંઘ પ્રમુખ ડો. નીરજ પરીખના જણાવ્યાનુંસાર ચંપાબેન ટુવાવાલા ઉપાશ્રય નાનો પડતો હોવાથી ૪૦૦ વાર જગ્યામાં ઉપાશ્રય, આયંબિલ ભવન, વિવિધલક્ષી હોલ, વૈયાવચ્ચ ભવનનું નિર્માણ કરાશે. જેમાં મુખ્ય નામકરણમાં ટુવાવાલા પરિવારે ૧ કરોડનું અનુદાન અર્પણ કરેલ છે.
પૂ. ધીરગુરૂદેવ સુમેરૂ નવકારતીર્થ –કરજણથી વિહાર કરી તા. ર૭ના શાસ્ત્રી પોળ, તા. ર૮ ના અલકાપુરી, તા. ર૯ ના ઇન્દ્રપુરી ઉપાશ્રય પધારશે. જયાં ૯-૩૦ કલાકે આત્માની અનુભૂતિ વિષયે પ્રવચન તેમજ શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી જૈન ભોજનાલય –મુંબઇ પ્રેરિત જાલંકર બંધ યોગ વિધિ દંતયજ્ઞ યોજાશે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
