<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

હિરામણિ સ્‍કૂલનો સેમિ ફાઇનલમાં ક્રિકેટમાં પ્રવેશ

રાજકોટ : રોયલ ક્રિકેટ ગ્રાઉન્‍ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેન્‍ક અન્‍ડર-૧૯ (વન-ડે) સ્‍કૂલ ટુર્નામેન્‍ટમાં અખંડ આનંદ માધ્‍યમિક શાળાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્‍ડિંગ લીધી હતી. હીરામણિ સ્‍કૂલે પ્રથમ દાવમાં પ૦ ઓવરમાં ૯ વિકેટે ર૯૮ રન કર્યા હતા. ક્રિષ્‍ના તિવારએ ૮૦ બોલમાં ૬૭ રન, હર્ષરાજ રાઠોડે ૪પ બોલમાં ૪૮ રન, જૈનીલ પટેલે ૭૭ બોલમાં ૪૪ અને હેલીન પટેલે ર૬ બોલમાં ૩૮ રન કર્યા હતા. અખંડ આનંદ માધ્‍યમિક શાળાએ ૩૭.૩ ઓવરમાં ૯ વિકેટે ૭૩ રન કર્યા હતા. સ્‍મિત દેસાઇએ ૧૦ ઓવરમાં ૬ મેડન નાખી ૮ રન આપી પ વિકેટ, યક્ષ પટેલે ૯.૩ ઓવરમાં પ મેડન ઓવર નાખી ૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ મેચમાં હીરામણિ સ્‍કૂલે અખંડ આનંદ માધ્‍યમિક સ્‍કૂલને રરપ રનથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ખેલાડીઓને સંસ્‍થાના પ્રમુખ સાંસદ શ્રી નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્‍ટી વરૂણ અમીન, સીઇઓ ભગવત અમીન વગેરેએ કોચ નીલ ભાવસાર અને ટીમને અભિનંદન આપ્‍યા છે. 

(2:23 PM IST)