તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th November 2025
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા ગુજરાત સહિત દેશભરમાં વકીલ પ્રેકટીસ માટેની પરિક્ષા ૩૦મી નવેમ્બરના રોજ યોજાશે
૧૦ હજારથી વધુ ઉમેદારો પરિક્ષા આપશેઃ રાજકોટ સહિત ગુજરાતમાં ૪ કેન્દ્રો ઉપર પરિક્ષા લેવાશે

રાજકોટઃ તા. ર૭,વકીલાતની પ્રેકટીસ માટે બારકાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી ઓલ ઇન્ડિયા બાર એકઝામ તા.૩૦મી નવેમ્બર,૨૦૨૫ના રોજ ગુજરાત સહિત દેશભરમાં યોજાનાર છે. વકીલાતની પ્રેકટીસ માટે આ એકઝામ પાસ કરવી બહુ જ મહત્ત્વની ફરજિયાત હોય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટના કેન્દ્રો પરથી ઓલ ઇન્ડિયા બાર એકઝામ લેવામાં આવશે. ગુજરાતભરમાંથી આશરે ૧૦ હજારથી વધુ વકીલ ઉમેદવારો આ પરીક્ષામાં બેસશે. અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવાશે. બીસીઆઈ દ્વારા દેશભરમાં આ ૨૦ મી વારની પરીક્ષા લેવાઈ રહી અમદાવાદ છ જુદા જુદા મથકો પર પરીક્ષા લેવાશે. બીસીઆઇ દ્વારા દેશભરમાં આ ૨૦ મી વારની પરીક્ષા લેવાઈ રહી છે.ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં તા.૩૦ મી નવેમ્બરે લેવાનારી આ પરીક્ષાને લઈ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા સબંધી વિવિધ કેન્દ્રો પર જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ પછી જેણે પણ એલએલબી પાસ કર્યું હોય તેણે વકીલાતની પેકટીસ કરવી હોય તો તેવા વકીલ ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરીક્ષા પાસ કર્યા બાદ તે વકીલ દેશના કોઈ પણ કોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરી શકે છે. બે વર્ષમાં બીસીઆઇની આ પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાં સુધી જે તે વકીલ ઉમેદવારને પ્રેકટીસ માટે કામચલાઉ સનદ(પ્રોવીઝનલ સનદ) આપવામાં આવે છે. દેશભરમાં એકસાથે આ પરીક્ષા લેવાય છે અને નવ ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામમાં પાસ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ૪૫ માર્ક્સ લોવવાના હોય છે. જયારે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાસીંગ માર્કસ ૪૦ હોય છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પરીક્ષામાં ભારતીય નાગરિક સંહિતા, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, ગ્રાહુક સુરક્ષા ધારો, લેબર લો, આઈટી એકટ, ઇન્ડિયન એવીડેન્સ એકટ સહિતના ૨૦ જેટલા વિષયો પર પશ્નપત્ર પૂછાતા હોય છે. તા.૩૦મી નવેમ્બરે લેવાનારી આ પરીક્ષામાં ગુજરાતભરમાંથી દસ હજારથી વધુ ઉમેદવારો બેસશે.આ પરીક્ષાનું પરિણામ લગભગ ૪૦થી ૫૦ દિવસમાં આવી જતુ હોય છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
