તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
પાટીદાર યુવક યુવતીઓને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાની સલાહ :બાપ દાદાએ જાળવેલી જમીન સાચવજો :દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ
પાલનપુરના ગઢ ગામમાં 16 ગામ લેઉઆ પટેલ સમાજ 28 માં સમૂહ લગ્નમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાએ સમાજમાં દીકરીઓએ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે પરિવારની ઈજ્જત સાચવવા ટકોર કરી: પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા.

બનાસકાંઠા: પાલનપુરના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નમાં આવેલા પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ યુવક યુવતીઓને સલાહ આપી. સમાજના યુવાનોને બાપ દાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા ટકોર કરી. પટેલ સમાજ સહીત તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ કરી. દીકરીનો બાપ દીકરી માટે હમેશા સારુ જ વિચારે. પાલનપુરના ગઢ ગામમાં 16 ગામ લેઉઆ પટેલ સમાજ 28 માં સમૂહ લગ્નમાં જયેશભાઈ રાદડિયાએ હાજરી આપી હતી. સમાજમાં દીકરીઓએ અભ્યાસ ક્ષેત્રે આગળ વધવાની સાથે પરિવારની ઈજ્જત સાચવવા ટકોર કરી. સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતીઓને જયેશ ભાઈ રાદડિયાએ આશીર્વાદ પાઠવ્યા. હતા
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
