તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
ડિસેમ્બરમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી માવઠું થવાની શકયતા :વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે
ઠંડી અને માવઠાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું :22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના

અમદાવાદ : રાજયમાં ઠંડી અને માવઠાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મુજબ 6થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે. આગામી 18 ડિસેમ્બર આસપાસ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા છે. ઉપરાંત 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંબાલાલ પટેલે આગળ જણાવ્યું છે કે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં શિયાળાનું પ્રભાવો વધુ તીવ્ર બનશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
