<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યુ: એટા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા

કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનો ખેડૂતોના આક્ષેપ: ખેતરોમાં રાયડો, જીરું સહિતના પાક કેનાલના પાણીમાં ગરકાવ થયા

વાવ થરાદ: સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યુ છે. એટા માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયુ હોવાનો ખેડૂતોના આક્ષેપ છે. ખેતરોમાં રાયડો, જીરું સહિતના પાક કેનાલના પાણીમાં ગરકાવ થયા છે. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે

(7:51 PM IST)