તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 27th November 2025
ખાદ્ય તેલમાં ટકેલું વલણ : ભાવમાં જબરી તેજી બાદ એકંદરે સ્થિર: જાણો આજનો લેટેસ્ટ ભાવ
અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બો નીચામાં રૂપિયા 2600 અને ઉપરમાં રૂપિયા 2700 રહ્યા

અમદાવાદ :ખાદ્ય તેલનોમાં ટકેલું વલણ જોવા મળ્યું છે. ખાસ કરીને સીંગતેલના ભાવમાં તાજેતરની ભારે તેજી બાદ હવે ઊંચા સ્તરે ભાવ સ્થિર થતા જણાય છે.અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોમાં એકંદરે સ્થિર વલણ રહ્યું છે.
અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બો નીચામાં રૂપિયા 2600 અને ઉપરમાં રૂપિયા 2700 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2450 રહ્યા હતા
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવો ડબ્બો નીચામાં રૂપિયા 2280,ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5700 અને સરસીયુ મોળું રૂપિયા 2450, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 680થી રૂપિયા 720 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 770થી રૂપિયા 800 વચ્ચે કામકાજ ધરાવતા હતા.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
