<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે નંબર-47 બિસ્માર હાલતમાં :રાજ્યસભા સાંસદે તૈયાર કરાવ્યો સરવે રિપોર્ટ

રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાની કંપનીની મદદથી રોડનો ટેકનિકલ સરવે કરાવીને નેશનલ હાઈવે ઓથોરિટીના મેનેજરને સરવે રિપોર્ટ સોંપ્યો

ગોધરામાંથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે નંબર-47 બિસ્માર હાલતમાં છે અને વારંવાર થતા અકસ્માતોના નિવારણ માટે રાજ્યસભા સાંસદના સાંસદ જશવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. સાંસદે પોતાના ખર્ચે ખાની કંપનીની મદદથી રોડનો ટેકનિકલ સરવે કરાવીને નેશનલ હાઈવે ઓથોરિટીના મેનેજરને સરવે રિપોર્ટ સોંપ્યો છે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગોધરાને જોડતો હાઈવે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ચોમાસા બાદ રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિણામે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. જેના નિરાકરણ માટે સાંસદે સરવે કરીને રિપોર્ટ તૈયાર કર્યો. સાંસદ જશવંતસિંહે કહ્યું કે આપણે ફરિયાદ તો કરતા જ હોઈએ છીએ પણ અમે સહકારના ભાવનાથી આ સરવે કર્યો છે. સરવેની મદદથી નેશનલ હાઈવે ઓથોરિટીને મદદ મળશે. રસ્તો વારંવાર તૂટી જવાના કારણો માર્ગની કાયમી દુરસ્તી માટેના ટેકનિકલ સૂચનો પણ રિપોર્ટમાં સામેલ છે.

(10:49 PM IST)