તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 28th November 2025
ધોલેરામાં ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું રી-ડિઝાઈનિંગ: જમીન પોચી અને ખારી નીકળતા પાયા મજબૂત કરાશે
ભારતમાં માત્ર ઉત્પાદન ક્ષમતા જ નહીં, પરંતુ જટિલ બાંધકામ ક્ષમતા પણ વિકસાવી રહ્યા છે.: કંપનીનો દાવો

ગુજરાતના ધોલેરામાં બની રહેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સના ચિપ પ્લાન્ટ (ફેબ) ના નિર્માણમાં ભૌગોલિક પડકાર સામે આવ્યો છે. અહીંની જમીન ખારી અને પોચી
હોવાથી કંપનીએ પાયાની ડિઝાઈન બદલવી પડી છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ધોલેરામાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. જોકે, બાંધકામ દરમિયાન ધ્યાને આવ્યું છે કે ત્યાંની જમીન અત્યંત ખારી છે અને તેનું બંધારણ નાજુક છે. ચિપ મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોય છે, જેમાં મશીનોમાં સહેજ પણ ધ્રુજારી (વાયબ્રેશન) આવે તો આખી ચિપ ખરાબ થઈ શકે છે. આ જોખમને નિવારવા માટે ટાટાએ પાયાને વધુ મજબૂત અને સ્થિર કરવા માટે રી-ડિઝાઈનિંગ શરૂ કર્યું છે. આ માટે વિશ્વની નામાંકિત જિયો-ટેકનિકલ કંપની 'ફુગ્રો' અને અન્ય નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. કંપનીનો દાવો છે કે તેઓ ભારતમાં માત્ર ઉત્પાદન ક્ષમતા જ નહીં, પરંતુ જટિલ બાંધકામ ક્ષમતા પણ વિકસાવી રહ્યા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
