હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાખો ખેડૂતોને સહાય પેકેજની રકમ બાકી, રવી સિઝન માટે વાવેતર શરૂ
સહાય વળતરનો સમયગાળો નિશ્ચિત કરવા ખેડૂતોમાં ઉઠતી માંગ

અમદાવાદ,તા.૨૮: રાજ્યમાં કમોસમી વરસાદના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન બદલ જાહેર કરાયેલા સહાય પેકેજમાં મળનારી રકમની લાખો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તેમ છતાં ખેડૂતોએ રવી સિઝન માટે વાવેતર શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં ૨૭ ટકા જેટલા વાવેતરમાં મુખ્યત્વે ઘઉં, મકાઈ સહિતના ધાન્ય પાકનો સમાવેશ થાય છે. જેનું ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ વાવેતર થવા પામ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા બે સહાય પેકેજમાં ૧૧ હજાર કરોડ કરતા વધુ રકમનો સમાવેશ થાય છે. તેમાં લાખો અરજીઓ મળી છે અને તબક્કાવાર સહાય ચૂકવાઈ રહી છે. જો કે ખેડૂતને સહાય ક્યારે મળશે તે નિશ્ચિત ન હોવાથી તેનો - સમયગાળો નક્કી કરાય તેવી માગણી ઉભી થવા પામી છે. કૃષિ વિભાગ દ્વારા બંને પેકેજમાં સહાય મેળવવા ખેડૂતો દ્વારા જેટલી અરજી કરાઈ તેની સામે સરકાર દ્વારા જેટલી સંખ્યામાં વળતર ચૂકવાયું તે બંને વચ્ચે મોટો તફાવત છે.
બીજી તરફ જગતના તાત ગણાતા ખેડૂતે સહાય મળવાની અનિશ્વિતતા વચ્ચે રવી ઋતુ માટે વાવેતરની ઉત્સાહભેર શરૂઆત કરી દીધી છે. એટલું જ નહીં ગત વર્ષે આ સમયગાળા કરતા ૬૨,૬૩૦ હેક્ટર જેટલા વધુ વિસ્તારમાં વાવેતર કર્યું છે. રવી સિઝન માટે ૧૨,૨૫,૬ ૧૮ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે જે ગત વર્ષે આ સમયગાળા માટે ૧૧,૬૨,૯૮૮ હેકટર વિસ્તારમાં હતું. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ સિઝન માટે સરેરાશ ૪૬.૦૬ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર કરાતું હોય છે.
વાવેતરમાં પિયત ઘઉંનું ૨૧.૬૩ ટકા, બિન પિયત ઘઉંનું ૮.૫૨ ટકા, જુવારનું ૧૯.૪૪ ટકા, મકાઈનું ૫૨.૪૪ ટકા, ચણાનું ૨૬ ટકા, અન્ય કઠોળનું ૫૨.૯૮ ટકા, રાઈનું ૪૫ ટકા, અન્ય તૈલીનું ૬૭.૭૭ ટકા, શેરડીનું ૩૧ ટકા, જીરુનું ૧૮ ટકા અને ઇસબગુલનું ૧૬ ટકા જેટલું વાવેતર થવા પામ્યું છે. (૪૦.૬)
ગત વર્ષ કરતા ઉત્સાહભેર વધુ વાવેતર
૧૨ લાખથી વધુ વાવેતરમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ૪,૩૬,૦૦૦ વિસ્તારમાં, મધ્ય ગુજરાતમાં ૨,૨૨,૫૦૦ વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં ૪,૦૧,૦૦૦ વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતમાં ૧,૦૬,૮૦૦ વિસ્તારમાં વાવેતર કરાયું છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ ૧૪૩૮૦૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
