<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી મર્યો

હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના પાડોશમાં જ રહેતો હતો આ યુવક: હોસ્પિટલ્સમાં પહોચી તોડફોડ કરી ત્યાર બાદ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગ્યો

અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી મર્યો હતો. સરખેજમાં આવેલ આલનૂર હોસ્પિટલ ખાતે આ બનાવ બન્યો હતો. 

હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના પાડોશમાં જ આ યુવક રહેતો હતો .આજે હોસ્પિટલ્સમાં પહોચી તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગ્યો હતો.  યુવકે સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે કૂદકો માર્યો હતો. સ્થાનિક લોકોએ યુવકને સળગતો બચાવવા પ્રયત્ન કર્યા હતા. યુવતીને પણ સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલ્માં સારવાર માટે ખસેડાઇ છે

 

(11:43 AM IST)